ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે જનગણના 2027; જનગણના 2027 એ આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે...




    ‘જનગણનાથી જન કલ્યાણ’ના મંત્ર સાથે યોજાનાર જનગણનાના પ્રથમ તબક્કામાં 'ઘરયાદી અને મકાનોની ગણતરી' (HLO) ગુજરાતમાં તા. 1 થી 30 જૂન, 2026 દરમિયાન હાથ ધરાશે, જ્યારે બીજા તબક્કામાં 'વસ્તીની ગણતરી' તા. 9 થી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન યોજાશે; નાગરિકો માટે 'સ્વ-ગણતરી' (Self-Enumeration)નો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે, જેમાં ઉત્તરદાતાઓ તા. 17 મે થી 31 મે, 2026 દરમિયાન અધિકૃત પોર્ટલ https://se.census.gov.in પર પોતાની વિગતો જાતે ભરી શકશે...


રાજ્યના તમામ જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગામડાઓમાં વસ્તી ગણતરી યોજાશે; આ અભિયાનને સફળ બનાવવા માટે ગણતરીદારો, સુપરવાઇઝર અને અન્ય વસ્તી ગણના અધિકારીઓને ત્રણ તબક્કામાં તાલીમ આપવામાં આવી રહી છે : વસ્તી ગણતરી નિયામક શ્રી સુજલ જે. મયાત્રા


જનતાને કોઈપણ મૂંઝવણ કે માહિતી માટે ટોલ-ફ્રી નંબર 1855 અથવા વેબસાઇટ www.censusindia.gov.in પર સંપર્ક કરવા જનગણના કાર્ય નિદેશાલય, ગુજરાત દ્વારા અનુરોધ કરાયો...


Vav tharad media