થરાદ : વાવ થરાદ જિલ્લાના છેવાડાના સુઈગામ તાલુકાના ભરડવા, ગોલપ અને નેસડા ગામોમાં પીવાના પાણીની ભારે સમસ્યા સર્જાઈ હતી, ત્યારે ગ્રામજનોએ મીડિયાના માધ્યમથી તંત્ર સામે ભારે રોષ ઠાલવ્યો હતો. જોકે, અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ વાવના ધારાસભ્ય અને સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરની હાજરીમાં એક બેઠક યોજી, આગામી સમયમાં પાણીની સમસ્યા ન સર્જાય તેની વ્યવસ્થા કરવા સૂચના અપાઈ હતી.