વાવ થરાદ મીડિયા સિદ્ધિ જનતાની વાત નિષ્પક્ષ સમાચાર નીડર અવાજ
“વાવ થરાદ મીડિયા” આપના વિસ્તારનો વિશ્વસનીય અને નિષ્પક્ષ ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે, જે ટૂંક સમયમાં આપના વિસ્તારમાં લોકોનો અવાજ બનીને સામે આવી રહ્યું છે. અમારી મુખ્ય વિચારધારા સત્ય, નિષ્પક્ષતા અને નિર્ભય પત્રકારિતાને સમર્પિત છે. અમે વાવ, થરાદ, સુઇગામ તેમજ પાટણ જિલ્લામાં બનતી દરેક મહત્વપૂર્ણ ઘટનાઓ, સ્થાનિક પ્રશ્નો, ભ્રષ્ટાચાર, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને જનતાને અસર કરતી બાબતોને પ્રકાશમાં લાવવાનો નિર્ધાર રાખીએ છીએ.
“વાવ થરાદ મીડિયા” માત્ર સમાચાર આપતું પ્લેટફોર્મ નથી, પરંતુ સામાન્ય માણસનો બુલંદ અવાજ છે. અમે ગરીબ, નિરાધાર અને પીડિત લોકોના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવાનું કામ કરીશું. અમારી ટીમનો હેતુ છે કે સમાજમાં ચાલતા અન્યાય, કૌભાંડ અને બેદરકારી સામે સત્ય અને હકીકત રજૂ કરવામાં આવે, જેથી જવાબદાર તંત્ર સુધી સાચી માહિતી પહોંચે.
આ પ્લેટફોર્મ દ્વારા અમે લોકોના પ્રશ્નોને ઉજાગર કરી, સમાજમાં જાગૃતિ લાવવાનું અને પારદર્શક પત્રકારિતા દ્વારા વિશ્વાસ જીતવાનું લક્ષ્ય રાખીએ છીએ. “નિષ્પક્ષ સમાચાર, નિર્ભય અવાજ” એ જ અમારી ઓળખ રહેશે.
વાવ થરાદ મીડિયા – જનતાનો અવાજ, સત્ય માટે સંઘર્ષ.
✍️સમાચાર માટે કોન્ટેક્ટ કરો પત્રકાર દિનેશ બી જાખેસરા, વાવ-થરાદ મો.9624272458

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો