પાટણ,રાધનપુર : સ્ટ્રીટલાઈટો તો લગાવી પણ છેલ્લા 1 વર્ષથી વધુના સમય બાદ પણ લાઈટો ચાલુ ન થતાં શોભાના ગાંઠિયા સમાન બની....
આ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં નેશનલ હાઈવે ઓથોરિટીને કયો ગ્રહ નડે છે તેની ખબર પડતી નથી: પાટણના રાધનપુર ખાતે , કલ્યાણપુરા બ્રિજ ઉપર થામલા ઉભા કર્યા છે પણ સ્ટ્રીટલાઈટ ચાલુ ન થતાં આ સ્ટ્રીટલાઈટ શોભાના ગાંઠિયા સમાન બની છે.
પાટણ જિલ્લાના રાધનપુર નજીક આવેલ કલ્યાણપુરા બ્રિજ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હાઇવે બ્રિજની બંને બાજુ સ્ટ્રીટ લાઈટના વીજપોલ ઉભા કરી લાઈટો ફીટ કરી છે.પણ ચાલુ કરાતી નથી ત્યારે બ્રિજ પર નાખેલી સ્ટ્રીટલાઈટો બંધ હાલતમાં હોય હાલ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહી છે.
રાધનપુરના કલ્યાણપુરા ખાતે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા 12 વર્ષ પહેલા હાઇવે બનાવ્યો હતો તે સમયે બ્રિજ બનાવ્યો હતો પણ આજદિન સુધી આ બ્રિજ ઉપર સ્ટ્રીટલાઇટ નાખેલ નહોતી જ્યારે 2 વર્ષથી વધુના સમયથી સ્ટ્રીટલાઈટના વીજપોલ ઊભા કર્યા છે અને લાઈટ ઉપર લગાવવામાં આવી છે પણ આ લાઈટો ચાલુ કરવામાં નેશનલ હાઈવે ઓથોરિટીને કયો ગ્રહ નડે છે તેની ખબર પડતી નથી.
તો...કલ્યાણપુરા બ્રિજ ઉપર વિજપોલ ઉભા કર્યા પણ આજદિન સુધી સ્ટ્રીટલાઈટ ચાલુ ન થતાં આ સ્ટ્રીટલાઈટ શોભાના ગાંઠિયા સમાન હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ લાઈટો તાત્કાલિક ધોરણે ચાલુ કરવા લોક માંગ ઉઠવા પામી છે.
વધુ સમાચાર અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માટે જોડાયેલા રહો – વાવ થરાદ મીડિયા
**સત્યનું ઉજાગર, નિષ્પક્ષ સમાચાર, નીડર અવાજ.**



0 ટિપ્પણીઓ