બનાસ ડેરી દ્વારા સાગરદાણા અને ઘીના ડબ્બાના ભાવમાં ભારે વધારો, પશુપાલકોમાં નારાજગી


બનાસકાંઠા, તા.30 : બનાસ ડેરી દ્વારા સાગરદાણા અને ઘીના ડબ્બાના ભાવમાં નોંધપાત્ર વધારો કરવામાં આવતા પશુપાલકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. દૂધના ભાવમાં માત્ર રૂ. 15 પ્રતિ કિલો ફેટનો વધારો જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે બીજી તરફ પશુપાલકોને જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો હોવાનું પશુપાલકોનું કહેવું છે.


મળતી માહિતી મુજબ, અગાઉ રૂ. 1488માં મળતો સાગરદાણાનો એક કોથળો હવે રૂ. 200ના વધારા સાથે રૂ. 1700માં આપવામાં આવશે. તે જ રીતે ઘીનો ડબ્બો અગાઉ રૂ. 9880માં મળતો હતો, જેમાં રૂ. 450નો વધારો કરીને હવે રૂ. 10350 કરવામાં આવ્યો છે.


પશુપાલકોનું કહેવું છે કે હાલ ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે પશુઓમાં દૂધ ઉત્પાદન ઘટ્યું છે, જેના કારણે તેઓ પહેલેથી જ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સાગરદાણા અને ઘીના ભાવમાં કરવામાં આવેલ વધારો તેમના પર વધારાનો આર્થિક બોજ લાદનાર નિર્ણય સાબિત થશે.


પશુપાલકોએ વધુમાં જણાવ્યું હતું કે દૂધના ભાવમાં નજીવો વધારો અને બીજી તરફ જીવનજરૂરી પશુપાલન સંબંધિત ચીજવસ્તુઓમાં આટલો મોટો વધારો કરવો યોગ્ય નથી. તેમણે બનાસ ડેરીના સત્તાધીશોને આ ભાવવધારા અંગે પુનર્વિચાર કરવો જોઈએ....


✍️દિનેશ બી જાખેસરા (પત્રકાર) વાવ થરાદ મીડિયા