તાલુકામાં પ્રમુખ બનશે; ધરણીધરમાં કોંગ્રેસનો કબજો
વાવ-થરાદ જિલ્લાની તમામ 8 તાલુકા પંચાયતોમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાશે. સંબંધિત તાલુકા પંચાયત કચેરીઓ ખાતે આ મતદાન અને વહીવટી પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં ભાજપ અને કોંગ્રેસના તમામ સભ્યો તેમજ ઉમેદવારો ભાગ લેશે.
હાલની રાજકીય સ્થિતિ અનુસાર, કુલ 8માંથી 5 તાલુકા પંચાયતોમાં ભાજપ સત્તા મેળવશે, જ્યારે 3 તાલુકા પંચાયતોમાં કોંગ્રેસના પ્રમુખ બનશે.
પંચાયતોનું રાજકીય ચિત્ર
ભાજપ શાસિત પંચાયતો: થરાદ, વાવ, સુઈગામ, રાહ અને ભાભર.
કોંગ્રેસ શાસિત પંચાયતો: દિયોદર, લાખણી અને ધરણીધર.
ધરણીધર અને લાખણી પંચાયત બેઠક ચર્ચાના કેન્દ્રમાં
રાજકીય વર્તુળોમાં ધરણીધર તાલુકા પંચાયતની સ્થિતિ સૌથી વધુ ચર્ચાસ્પદ બની છે. અહીં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં, પ્રમુખ પદ માટેની બેઠક અનામત (SC મહિલા) હોવાના કારણે કોંગ્રેસનો પ્રમુખ બનવાનો માર્ગ મોકળો થયો છે. જોકે, ઉપપ્રમુખ પદ ભાજપ પાસે રહેશે.
બીજી તરફ, લાખણી તાલુકા પંચાયત પર પણ રાજકીય પક્ષોની નજર છે. અહીં ભાજપ દ્વારા રાજકીય તોડજોડ અથવા દાવપેચ કરીને સત્તા કબજે કરવામાં આવે તેવી શક્યતાઓની ચર્ચાએ જોર પકડ્યું છે.
✍️દિનેશ બી જાખેસરા (પત્રકાર) વાવ થરાદ મીડિયા,
*સૌથી ઝડપી, નિષ્પક્ષ અને સચોટ અહેવાલો માટે જોતા રહો અને વાંચતા રહો "વાવ થરાદ મીડિયા" – સત્યનું ઉજાગર, નિષ્પક્ષ સમાચાર, નીડર અવાજ. vav thara dmedia

0 ટિપ્પણીઓ