વાવ: બનાસકાંઠાના રાજકારણ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાવ તાલુકાની ધરણીધર તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ તરીકે  નીલાબેન સોઢાની સત્તાવાર વરણી કરવામાં આવી છે. આ વરણી સાથે જ વિસ્તારમાં ભારે રાજકીય ગરમાવો આવી ગયો છે.

આ ચૂંટણી પરિણામોમાં સૌથી મોટો રાજકીય ઉલટફેર અને રસપ્રદ વળાંક જોવા મળ્યો છે. ધરણીધર તાલુકા પંચાયતમાં સભ્યોનું સંખ્યાબળ અને સ્પષ્ટ બહુમતી ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે હોવા છતાં પણ પ્રમુખ પદનો તાજ કોંગ્રેસના ફાળે ગયો છે.

મળતી માહિતી મુજબ, ધરણીધર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદની બેઠક SC મહિલા માટે અનામત (Reserved) રાખવામાં આવી હતી. આ અનામતના સમીકરણો અને સીટના ચોકઠા ગોઠવાતા ભાજપ બહુમતી હોવા છતાં અહીં પ્રમુખ પદ મેળવવામાં અસફળ રહ્યું છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શ્રીમતી નીલાબેન સોઢાએ બાજી મારી લીધી છે અને પ્રમુખ તરીકે શપથ લીધા છે. આ જીતથી કોંગ્રેસ છાવણીમાં ભારે ઉત્સાહનો માહોલ છે.


ધરણીધર તાલુકા પંચાયતની ચૂંટણીમાં મોટો રાજકીય ઉલટફેર. બહુમતી ભાજપની હોવા છતાં SC મહિલા અનામત સીટ હોવાના કારણે કોંગ્રેસના શ્રીમતી નીલાબેન સોઢા નવનિયુક્ત પ્રમુખ તરીકે ચૂંટાયા. વધુ વિગતો માટે વાંચો આખો અહેવાલ.

✍️ દિનેશ બી જાખેસરા (પત્રકાર) વાવ થરાદ મીડિયા

#vavtharad  Dharanidha Taluka Panchayat, Neelaben Sodha, Vav News, Banaskantha Politics, Gujarat Local Body Election, Congress, BJP.