સુઈગામ : સુઈગામ વિસ્તારમાં કથિત ગેરકાયદેસર દારૂ અને નશીલા પદાર્થોના વધતા વેપાર સામે હવે સ્થાનિક લોકો ખુલ્લેઆમ મેદાનમાં ઉતર્યા હોવાનું સામે આવ્યું છે. વિસ્તારમાં યુવાનો અને સ્થાનિક આગેવાનો દ્વારા સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે લેખિત રજૂઆત કરીને આવા ગેરકાયદેસર ધંધાઓને સંપૂર્ણપણે બંધ કરાવવા માટે માંગ કરવામાં આવી છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે આવા ગેરકાયદેસર કારોબારથી સમાજ પર નકારાત્મક અસર પડી રહી છે, ખાસ કરીને યુવા પેઢી પર તેની ગંભીર અસર જોવા મળી રહી છે. જો સમયસર કડક પગલાં નહીં લેવામાં આવે તો ભવિષ્યમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.


આ રજૂઆત બાદ હવે વિસ્તારના લોકોમાં એક જ ચર્ચા છે — શું પોલીસ તંત્ર માત્ર અરજી સ્વીકારીને કાર્યવાહી પૂરતી મર્યાદિત રહેશે કે પછી મેદાનમાં ઉતરી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં ભરશે?

હવે સમગ્ર સુઈગામ પંથકની નજર આગામી કાર્યવાહી પર છે. શું ગેરકાયદેસર દારૂ અને નશીલા પદાર્થોના કારોબાર પર કડક લગામ લાગશે કે પછી આ મુદ્દો ચર્ચા સુધી જ સીમિત રહેશે? સમય જ જવાબ આપશે.


વાવ થરાદ મીડિયા – "સત્યનું ઉજાગર"