પાટણ.....

રાધનપુર....
રાધનપુર નગરપાલિકાને વિકાસના કામો કરવામાં કયો ગ્રહ નડે છે ? 


     રાધનપુર માં પાછલા ઘણા સમયથી રજુઆત કરવા છતાં નગરપાલિકા મન પર ના લેતા આજે અંજુમન સ્કૂલ જેપી સ્કૂલ કન્યાશાળા તેમજ કેબી સ્કૂલના વાલીઓએ નગરસેવક જયાબેનનો સંપર્ક કરી સ્થાનિક રહીશો સાથે આકરા શબ્દોમાં

નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોષી સાથે રજુઆત કરી જયાબેન દ્વારા લેખિતો આપ્યા છતાં કામગીરી ના કરાતા એજ લખાણો ફાડી એમના ટેબલ પર ગુસ્સાથી ફેંકી દેવાય કે કામ ના થાય તો


લેખિત શુકામ માંગો છો બાદમાં સ્થાનિક રહીશો પર પાલિકા પ્રમુખ ગુસ્સે ભરાયા એન જે થાય એ
કરી લો કામ નહીં કરવું તમે અહીંયા આવ્યા કેમ આવા શબ્દો બોલી પોલીસ કેસ કરવાની ધમકી


આપી એમના પતિ કોઈ જવાબ ના આપવો પડે એટલે લઈને નાસી છૂટ્યા હતા તો નગરસેવક જયાબેન તેમજ રહીશો દ્વવારા કહેવામા આવ્યું કે વોટ આપ્યો તો વિકાસ કરશો એ માટે ના કે

પબ્લિકને પોલીસ સ્ટેશન દેખાડવા અમો અહીંયા જ છીએ બોલાવો પોલીસ આવું રહીશો ને

જયાબેન દ્વારા કહી કામ કરો ના નારા લગાવ્યા બાદમાં આ નગરપાલિકા પ્રમુખ ભાગી જતા

ઉપપ્રમુખ હરેશભાઇ ઠક્કરના ઘરે તમામે રહીશો સાથે જયાબેન રૂબરૂ જતા હરેશભાઇ દરવાજાનું બારણું બન્ધ કરી ઘરમાં સન્તાઇ ગયા



નગરપાલિકા કચેરી બાદ રહીશો અને નગરસેવક જયાબેન ઉપપ્રમુખ હરેશભાઈ ઠક્કરને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જોકે, રહીશોના જણાવ્યા મુજબ તેઓને મળવા બદલે દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે લોકોમાં વધુ અસંતોષ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે નગરસેવક જયાબેન અને સ્થાનિક રહીશોએ ચેતવણી આપી હતી કે જો આગામી ત્રણ દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. ઉપરાંત જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે વિરોધ કાર્યક્રમો યોજવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

નગરપાલિકા તરફથી આ સમગ્ર મામલે સત્તાવાર પ્રતિસાદ પ્રાપ્ત થયો નથી.

✍️દિનેશ બી જાખેસરા (પત્રકાર) વાવ થરાદ મીડિયા