પાટણ :- પાટણમાં સાયબર ક્રાઈમ પોલીસનો મોટો પર્દાફાશ , "ઓપરેશન મ્યુલ હન્ટ 2.0" હેઠળ સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ
41 પાસબુક, 39 ચેકબુક, 47 એટીએમ અને 9 મોબાઈલ સીમકાર્ડ સાથે નિલેશ ભલા રાઠોડ ની અટકાય
ગુજરાત સરકારના "ઓપરેશન મ્યુલ હન્ટ 2.0" અંતર્ગત પાટણ સાયબર ક્રાઈમ પોલીસને મોટી સફળતા મળી છે. પાટણના હર્ષનગર સોસાયટી વિસ્તારમાંથી એક શખ્સને ઝડપી પાડીને સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવાતા 41 પાસબુક, 39 ચેકબુક, 47 ATM કાર્ડ અને 9 સિમકાર્ડ કબજે કરવામાં આવ્યા છે.
તપાસમાં ખુલ્યું છે કે આરોપી નિલેશ રાઠોડ લોકોના નામે બેંક ખાતા ખોલાવી કમિશનની લાલચ આપીને તેની કીટ સાયબર ગુનેગારો સુધી પહોંચાડતો હતો. છેલ્લા ચાર વર્ષથી આ ગેરકાયદેસર નેટવર્ક કાર્યરત હોવાનું પણ સામે આવ્યું છે.
આ કેસમાં ગોવામાં રહેતા ચેતન ઠક્કરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. બંને આરોપીઓ ભાડે મેળવેલા બેંક ખાતાઓનો ઉપયોગ દેશભરના સાયબર ફ્રોડના નાણાકીય વ્યવહારો માટે કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પાટણ સાયબર ક્રાઈમ પોલીસની આ કાર્યવાહી સાયબર ગુનેગારોના નાણાકીય નેટવર્ક સામે મોટો ફટકો માનવામાં આવી રહી છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ સંજોગોમાં પોતાના બેંક ખતા, ATM કાર્ડ, ચેકબુક કે સિમકાર્ડ અન્ય વ્યક્તિને ન સોંપે અને સાયબર છેતરપિંડીની ઘટનામાં તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવે.
રિપોર્ટર : દિનેશ બિ જાખેસરા, પાટણ




0 ટિપ્પણીઓ