ચાણસ્મા પો.સ્ટે. વિસ્તારના દેલમાલ ગામેથી 500 રૂપિયાની બનાવટી ચલણી નોટોનો કાળો કારોબાર ઝડપાયો

શિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્ષ ની દૂકાનમાંથી કાળા કારોબારનો પર્દાફાશ.

પાટણ એલ સી બી ,ચાણસ્મા પોલીસે કરી સંયુક્ત રેડ..

 ૪૯૨,બનાવટી નોટો સાથે ગા 2 આરોપીને ઝડપી પાડ્યા.૩ આરોપી ફરાર,

મોબાઈલ,પ્રિન્ટર,,કોમ્પ્યુટર,કલર,કાતર,સહિત ૨.૪૬૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો



ચાણસ્મામાં ₹500ની બનાવટી નોટો છાપતી ફેક્ટરી ઝડપાઈ, ₹2.46 લાખની નોટો સાથે 2 શખ્સ અટક 

 પાટણ જિલ્લા પોલીસે ચાણસ્મા તાલુકામાંથી બનાવટી ચલણી નોટો છાપતી ગેંગને પકડી પાડી મોટી સફળતા મેળવી છે. એલ.સી.બી પાટણ અને ચાણસ્મા પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ₹500ની 492 બનાવટી નોટો એટલે કે ₹2,46,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

પોલીસ મહાનિરીક્ષકશ્રી પરીક્ષિતા રાઠોડ, બનાસકાંઠા રેન્જ અને પોલીસ અધિક્ષકશ્રી વી.કે.નાયર, પાટણના માર્ગદર્શન હેઠળ આર્થિક ગુનાઓ અટકાવવા માટે વિશેષ ઝુંબેશ ચલાવાઈ રહી છે. તે અંતર્ગત એલ.સી.બી પાટણના પીઆઈ આર.જી.ઉનાગર અને એલ.સી.બી સ્ટાફ તથા ચાણસ્મા પો.સ્ટે.ના પીઆઈ જે.વી.પટેલ તથા સ્ટાફે ચાણસ્મા વિસ્તારમાં સંયુક્ત પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.



દરમિયાન એલ.સી.બીના એ.હેડ કોન્સ. કેતનકુમાર ગોવિંદભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચાણસ્મા પો.સ્ટે. વિસ્તારના દેલમાલ ગામે રેડ કરાતા 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી ₹500ની 492 બનાવટી ચલણી નોટો, બનાવટી નોટો છાપવા માટે વપરાતું કોમ્પ્યુટર, કલર પ્રિન્ટર, મોબાઈલ, કાતર અને વાહન મળી કુલ ₹1,01,100ના મુદ્દામાલ સાથે રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા.



પોલીસે આરોપીઓ સામે આઈપીસીની કલમ 489એ, 489બી, 489સી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ગેંગના અન્ય સાગરિતો અને નોટોનો જથ્થો ક્યાં-ક્યાં ખપાવ્યો તે દિશામાં પણ તપાસ ચાલુ છે.આરોપી નિકુલજી હમીરજી,ધીરજ ચૌહાણ,પપુ ઠાકોર,કૈલાશ નામના ત્રણ શખ્સ સમગ્ર કૌભાંડમાં સંડોવણી સામે આવી



✍️દિનેશ બી જાખેસરા, પાટણ