હારીજ આઈ.ટી.આઈ સામે નવીન બની રહેલ બિલ્ડીંગમાં બિનઅધિકૃત માટી લાવતા હોવાની ફરિયાદ.
સરવાળ ગામ તળાવ માંથી ગ્રામપંચાયતની પરવાનગી વગર માટી લઈ ગયા હોવાની રાવ.
તા, 21જૂન 2026,HARIJ : હારીજ રાધનપુર હાઇવે પર આવેલ આઇટીઆઈ કોલેજ સામે નવીન સરકારી રેસ્ટ હાઉસ બનાવવામાં આવી રહ્યું છે.જે જગ્યા પર બીનઆધિકૃત માટી લાવવામાં આવી રહી હોવાની રજુઆત એક અરજદારે ખાણ ખનીજ વિભાગમાં કરતા રોયલ્ટી ઇન્સ્પેકટર ટીમ સાથે આવી પહોચતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
હારીજ આઈટીઆઈ કોલેજ સામે સરકારી રેસ્ટ હાઉસ નું નવીન બિલ્ડીંગ કામ ચાલી રહ્યું છે.જેમાં માટીકામ પુરાણ માટે બીનાધિકૃત માટી લાવવામાં આવી રહી હોવાની રજુઆત પાટણ ખાણ ખનીજ વિભાગમાં કરતા શનિવારના રોજ સાંજના સુમારે રોયલ્ટી ઇન્સ્પેકટર સ્થળ પર તપાસમાં આવ્યા હતા.જે તપાસ કરતા સરવાળ ગામ તળાવ માંથી માટીનું ખનન થયું હોવાનું જાણવા મળતા સરવાળ ના તલાટી કમ મંત્રી અર્પિત દેસાઈ અને તાલુકા પંચાયત પ્રમુખ શ્રવણજી ઠાકોર સહિત સરવાળ ના જાગૃત નાગરિકો દોડી આવ્યા હતા.અને ખાણ ખનીજ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
સરવાળ ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રી અર્પિત દેસાઈ ના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત દ્વારા અમારા તરફથી લેખિત કે મૌખિક પરવાનગી આપવામાં આવી નથી.
ખાણ ખનીજ વિભાગ ના રોયલ્ટી ઇન્સ્પેકટર યોગીરાજસિંહ પરમાર ના જણાવ્યા મુજબ એક અરજદાર દ્વારા માટી ચોરી ની ફરિયાદ આવેલ હતી જેના આધારે તપાસ કરવામાં આવતા માટી લાવનાર દ્વારા આધાર પુરાવા રજુ કરવા જણાવ્યું છે.જો આધાર પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો કાયદેસર દંડ ની જોગવાઈ કરવામાં આવશે.
રિપોર્ટર દિનેશ બિ જાખેસરા, પાટણ


0 ટિપ્પણીઓ