."દેશ ચંદ્ર સુધી પહોંચી ગયો, પરંતુ શું સમાજ હજુ પણ જાતિના વાડામાં જ બંધાયેલો છે? પાટણના હાજીપુરમાં વરઘોડા દરમિયાન થયેલા હુમલા અને જાતિસૂચક અપશબ્દોના આક્ષેપોએ ફરી એકવાર સમાજમાં સમાનતા અને જાતિવાદના પ્રશ્નને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે. આખરે ખુશીના પ્રસંગે પણ જાતિના નામે વિવાદ કેમ સર્જાય છે? આવો જોઈએ આ અહેવાલ..."



પાટણ ના હાજીપુર ગામે વરઘોડા પર કરાયો હુમલો


વરરાજાને ઘોડા પરથી નીચે ઉતારી માર મરાયો..


મહોલ્લામાંથી વરઘોડ઼ો કાઢવા બાબત સર્જયો વિવાદ 


દેવીપૂજક સમાજના યુવાનના વરઘોડામાં હુમલાની ઘટના- જાતીસૂચક શબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી 


હુમલાખોરોએ વરરાજાનો કિંમતી શૂટ પણ ફાડી નાખ્યો 


બચાવવાં વચ્ચે પડેલા માતા - કાકાને ઢોર માર માર્યો 


હુમલા વચ્ચે સોનાનો દોરો ચોરાયાની પણ ફરિયાદ 


વરઘોડામાં વરરાજા સાથે કરાઈ મારામારી


પાટણના હાજીપુરમાં લગ્નના વરઘોડા દરમિયાન વિવાદ, બાલીસણા પોલીસે 5 શખ્સો સામે ગુનો નોંધ્યો 


રિપોર્ટ._દિનેશ બી જાખેસરા, પાટણ