રાધનપુર માં પાણી માં રોડ બનવાની નવી તકનીક થી રાધનપુર - મસાલી રોડ નું કામ થયું રહ્યું છે તંત્ર નવી તકનીક થી પાણી થી ભરેલા રોડ ઉપર કામ કરી જનતા ને વિકાસ ની ભેટ આપી રહ્યું છે 



રાધનપુર તા.19જૂન : પાણી માં રોડ બનાવવાના ફાયદા તો હવે તંત્ર બતાવશે ત્યારે જ ખબર પડશે પણ સ્થાનિક લોકો માં ભારે ચર્ચા થઈ રહી છે આ મુદે કોગ્રેસ પણ આકરા પાણીએ જોવા મળી હતી અને  નાયબ કાર્યપાલક ઇજનેર ને  રાધનપુર - મસાલી રોડના કામ સંદર્ભે આવેદનપત્ર આપ્યું હતું.


અને તેમાં કામ ની ગુણવત્તા અને કામમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે તથા કામ ટેન્ડરની શરતો વિરુદ્ધ થતું હોવાની ધારદાર રજૂઆત કરી હતી.અને ઉચ્ચસ્તરીય ટેકનિકલ ટીમ સાથે સ્થળ પર રોડના સિમેન્ટ કામ ની પૂરી તપાસ કરવા માટે માંગણી કરી છે.
અને અરજી સંદર્ભે યોગ્ય સંતોષકારક જવાબ સાથેની કાર્યવાહી લગતા વળગતાઓ વિરૂધ્ધ નહીં કરવામાં આવે તો જરૂર પડ્યે CMO ઓફિસમાં પણ રજૂઆત કરી ન્યાય મેળવવાનું રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ  રફીકભાઈ ઘાંચી એ ચીમકી ઉચ્ચારી છે.

 અને આ પ્રસંગે રાધનપુર શહેર ના કોંગ્રેસના ઝુલા સાહેબ પણ ધારદાર રજૂઆત કરતા કહ્યું છે કે ભૂતકાળમાં જ્યારે પણ આ રોડ નુ કામ થયું છે ત્યારે થોડા જ સમયમાં આ રોડ બેસી જાય છે અને આ રોડ બન્યા પછી બેસી કેમ જાય છે તેની કોઈ તપાસ કરી છે કે ટેકનિકલ ટીમ દ્વારા આ બાબતે ધ્યાન દોરેલ છે કે કેમ ? તથા રોડનું કામ શરૂ કરતા પહેલા રોડની બંને સાઈડ આવેલી ગટરો જે સંપૂર્ણ પણે આખી ભરેલ છે તેને સાફ કર્યા વગર કામ ચાલુ કરવામાં આવતા આ પરિસ્થિતિ નું નિર્માણ થયું કે પાણીમાં રોડ ગરકાવ જોવા મળ્યો હતો અને જે સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક નાગરિકોએ વિડિયો જોયો અને આ કામ હાસ્યાસ્પદ બન્યું હતું. માટે ગટરોની સંપૂર્ણ સાફસફાઈ કરાવવામાં આવે અને ટેન્ડરની શરતો આધિન કામ થયું છે કે નહીં તેની તપાસ કરવામાં આવે નહીંતર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ફરજ પડશે. આ આવી ચીમકી પણ આપવામાં આવી છે હવે જોવાનું રહ્યું કે  વિકાસ નેતાઓ ના થાય છે કે શહેર નો એતો આવનારો સમય જ બતાવશે.

✍️દિનેશ બી જાખેસરા (પત્રકાર) વાવ થરાદ મીડિયા, પાટણ