પાટણ... રાધનપુર
રાધનપુરનાં કલ્યાણપુરા ગામે રેશનકાર્ડ બંધનો વિવાદ ઉગ્ર, જમીન વિહોણા અને વિધવા પરિવારોને પણ અનાજથી વંચિત રાખ્યાનો આક્ષેપ
રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામમાં 70થી વધુ રેશનકાર્ડ બંધ હોવાનું સામે આવ્યું છૅ. 70 થી વધૂ રેશન કાર્ડ બઁધ હોવાના ગ્રામજનો નાં આક્ષેપ સાથે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગામલોકોના જણાવ્યા મુજબ જમીન ન હોવા છતાં તેમજ મહિલાઓના નામે માત્ર વારસાઈ હિસ્સો નોંધાયેલ હોવાના આધારે પણ અનેક પરિવારોના રેશનકાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ અનેક ગરીબ, જમીન વિહોણા અને વિધવા પરિવારો છેલ્લા પાંચ મહિનાથી લઈને અનેક વર્ષોથી અનાજથી વંચિત છે. તાલુકા સેવા સદન કચેરીએ મામલતદાર અને પુરવઠા વિભાગમાં અનેક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. કેટલાક અરજદારો તો વર્ષોથી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.
ગામલોકોની રજૂઆત સાંભળવા રાધનપુર નગરપાલિકાના વિપક્ષ નેતા અને નગરસેવક જયાબેન ઠાકોર કલ્યાણપુરા પહોંચ્યા હતા. જ્યાં અસરગ્રસ્ત પરિવારો દ્વારા ખોટી જમીન ગણતરીના આધારે રેશનકાર્ડ બંધ કરાયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.
આમ, હવે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર અને રાજ્ય સરકાર સમક્ષ સ્થળ તપાસ કરી બંધ કરાયેલા રેશનકાર્ડ તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી છે. સાથે જ ટૂંક સમયમાં ઉકેલ નહીં આવે તો તાલુકા સેવા સદન ખાતે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
રિપોર્ટર : દિનેશ બિ જાખેસરા, પાટણ

0 ટિપ્પણીઓ