બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં સર્જાયેલા માર્ગ અકસ્માત રોડ પર કાલ બની બેફામ ચાલતા ડમ્પરે લીધો અબોલ પશુઓને જીવ 



દાંતાના નાની ટુંડિયા પાસે ગમખ્વાર અકસ્માત, ત્રણ અબોલ પશુઓના મોત....


બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. દાંતા તાલુકાના નાની ટુંડિયા ગામ પાસે એક અજાણ્યા વાહનની ટક્કરે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. 



આ કરુણ ઘટનામાં બે ત્રણ અબોલ પશુઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

મળતી માહિતી અનુસાર, નાની ટુંડિયા ગામ નજીકથી પસાર થતા માર્ગ પર વહેલી સવારના સમયે કોઈ અજાણ્યા ભારે વાહનના ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવીને રસ્તા પરના પશુઓને અડફેટે લીધા હતા. 

અકસ્માત એટલો જોરદાર હતો કે પશુઓને બચવાની તક પણ મળી ન હતી.

આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ એક ગાય એક ભેંસ અને એક બળદ જેવા અબોલ જીવોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે:

ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને પશુપાલકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. એકસાથે બે-ત્રણ પશુઓના મોતના પગલે પશુપાલકોમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે.


 સ્થાનિક લોકો દ્વારા અકસ્માત સર્જીને નાસી છૂટેલા વાહનચાલક સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.


રીપોટૅર:  દિનેશ બી જાખેસરા, બનાસકાંઠા