વહીવટી તંત્રની સમયસરની કામગીરીથી વાહેદપુરા ગામે જાનહાનિ ટળી*

*તળાવ ઓવરફ્લોને પગલે નીચાણવાળા વિસ્તારના પરિવારોનું સલામત સ્થળાંતર

તળાવના ઓવરફ્લોને કારણે નીચાણવાળા વિસ્તારમાં રહેતા પરિવારોને સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. અંદાજે 80 જેટલા લોકોને સુરક્ષિત રીતે નવીન વાહેદપુરા પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે, જ્યાં તેમની જરૂરી સુવિધાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

*80 જેટલા લોકોને સુરક્ષિત રીતે નવીન વાહેદપુરા પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો*

સમી તાલુકાના વાહેદપુરા ગામે ભારે વરસાદના કારણે તળાવ ઓવરફ્લો થતાં સર્જાયેલી પરિસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રે ત્વરિત અને સુનિયોજિત કામગીરી હાથ ધરી હતી. સમયસર કરાયેલા સ્થળાંતરના પરિણામે કોઈ જાનહાનિ કે માલમિલકતને નુકસાન થયું નથી.

તળાવના ઓવરફ્લોને કારણે નીચાણવાળા વિસ્તારમાં રહેતા પરિવારોને સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. અંદાજે 80 જેટલા લોકોને સુરક્ષિત રીતે નવીન વાહેદપુરા પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે, જ્યાં તેમની જરૂરી સુવિધાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ઘટનાની જાણ થતાં જ લાયસન ઑફિસર અને પ્રાંત ઓફિસર શ્રી સમીના માર્ગદર્શન અને સૂચના અનુસાર તાલુકા વિકાસ અધિકારીશ્રી (ટીડીઓ), મામલતદારશ્રી તથા પોલીસ વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રાહત અને બચાવ કામગીરીનું સંકલન કર્યું હતું.

સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સતત મોનીટરીંગ, સમયસર ચેતવણી અને ઝડપી નિર્ણયના પરિણામે સંભવિત મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ પણ જણાવ્યું હતું. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને વહીવટી તંત્ર દ્વારા વિસ્તાર પર સતત નજર રાખવામાં આવી રહી છે.

નોંધનીય છે કે જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા તેમજ વરસાદી પરિસ્થિતિ દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરી છે.

અહેવાલ : દિનેશ બિ જાખેસરા, પાટણ