જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વઢિયાર પંથકમાં જરૂરિયાતમંદ પરિવારોને ભોજન વિતરણ

વઢિયારના રણ કાંઠા વિસ્તારમાં જિજ્ઞાબેન શેઠની ટીમ દ્વારા સેવા યજ્ઞ*  


*ભૂલકાઓના ચહેરા પર ફ્રુડ પેકેટથી સ્મિત રેલાયું 

 વરસાદી માહોલ વચ્ચે પણ માનવ સેવાનો યજ્ઞ યથાવત. વઢિયાર પંથકના છેવાડાના દશાડા,રતનપુરા, રણ કાંઠા વિસ્તારમાં જનમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ પરિવારો માટે ભોજન વિતરણ કરાયું હતું


ટ્રસ્ટના પ્રમુખ જિજ્ઞાબેન શેઠ તેમની ટીમ સાથે ઝુંપડપટ્ટી વિસ્તારમાં પહોંચ્યા હતા અને પરિવારોને ગરમ ભોજન પીરસી માનવતા મહેકાવી હતી. વરસાદના કારણે મુશ્કેલી વેઠી રહેલા લોકો માટે આ સેવા આશીર્વાદરૂપ બની.

આ પ્રસંગે નાના ભૂલકાઓને ફ્રુટપેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ફ્રુટપેકેટ મળતા બાળકોના ચહેરા પર ખુશી અને સ્મિત જોવા મળ્યું હતું.

જનમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવિષ્યમાં પણ આવા જરૂરિયાતમંદ વિસ્તારોમાં સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો.

વરસાદ વચ્ચે સેવા યજ્ઞ રણ કાંઠે ભોજન વિતરણ  

જનમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના જિજ્ઞાબેન શેઠ અને ટીમે વઢિયારના રણ કાંઠા વિસ્તારના ઝુંડપતી પરિવારોને ભોજન પીરસ્યું. નાના બાળકોને ફ્રુડ પેકેટ વરસાદી માહોલમાં આ સેવાથી લોકોમાં ખુશી જોવા મળી.


અહેવાલ :  દિનેશ બી જાખેસરા, પાટણ 

                       વાવ થરાદ મીડિયા_