ભારે વરસાદ ના કારણે ખેતર વિસ્તારમાં હજુ પણ ઢીંચણસમા ભરાયેલ પાણીમાં આરોગ્ય કર્મચારીઓ પોતાની ફરજ અદા કરી
ઢીંચણ સમા પાણીમાંથી પસાર થઈ પ્રસૂતિ માતાની મુલાકાત લઈ આરોગ્ય સેવા પૂરી પાડી
પાટણ જિલ્લાના સમી તાલુકા હેઠળના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાસ્પાના આયુષ્માન આરોગ્ય મંદિર બાસ્પાની આરોગ્ય ટીમે ભારે વરસાદ અને પાણી ભરાયેલા ખેતર વિસ્તારમાં પણ પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
ફિમેલ હેલ્થ વર્કર પરમાર રક્ષાબેન, ફેસિલિટેટર સાધુ પ્રવીણાબેન તથા આશા કાર્યકરઠ ફકીર જરીનાબેને ઢીંચણ સમા પાણીમાંથી પસાર થઈ પોતાના વિસ્તારની પ્રસૂતિ માતાની ઘર મુલાકાત લીધી. તેમણે માતા અને નવજાત શિશુના આરોગ્યની તપાસ કરી, જરૂરી આરોગ્યલક્ષી માર્ગદર્શન આપ્યું તેમજ પ્રસૂતિ બાદની આવશ્યક સેવાઓ પૂરી પાડી.
આરોગ્ય કર્મચારીઓની આ નિષ્ઠા, સેવાભાવ અને જવાબદારી આરોગ્ય વિભાગની જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રેરણાદાયી ઉદાહરણ છે. વરસાદ જેવી વિકટ પરિસ્થિતિમાં પણ લોકો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો તેમનો પ્રયાસ પ્રશંસનીય છે.
રીપોર્ટર : દિનેશ બી જાખેસરા, પાટણ
0 ટિપ્પણીઓ