ધાનેરાના થાવર ગામે સંત શિરોમણી શ્રી રવિદાસજી મહારાજની ૬૫૦મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય કળશ યાત્રા યોજાઈ

ધાનેરા:સંત શિરોમણી શ્રી રવિદાસજી મહારાજની ૬૫૦મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ધાનેરા તાલુકાના થાવર ગામે એક ભવ્ય અને દિવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર ગામ શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહના વાતાવરણમાં રંગાઈ ગયું હતું.


આ ધાર્મિક તથા સામાજિક પ્રસંગમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ તેમજ થાવર ગ્રામ પંચાયતના સરપંચશ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભાજપના તમામ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.


કળશ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓએ સંત શ્રી રવિદાસજી મહારાજના સામાજિક સમરસતા અને માનવતાના વિચારોને યાદ કરી તેમને નમન કર્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


અહેવાલ :- દિનેશ બિ જાખેસરા,Vav-Tharad