પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાટણ જિલ્લાના અસ્થિવિષયક, મૂક-બધિરતા, અંધત્વ, મંદબુદ્ધિતા સહિતની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને દિવ્યાંગતા પ્રમાણપત્ર તથા યુડીઆઈડી કાર્ડ ઉપલબ્ધ કરાવવા માટે જિલ્લામાં વિવિધ સ્થળોએ રજિસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.


જિલ્લાના જે દિવ્યાંગ લાભાર્થીઓએ હજુ સુધી દિવ્યાંગતા પ્રમાણપત્ર અને યુડીઆઈડી કાર્ડ મેળવેલ નથી તેમજ જેમના દિવ્યાંગતા પ્રમાણપત્રની માન્યતા પૂર્ણ થઈ ગયેલ છે, તેવા લાભાર્થીઓ માટે તાલુકાવાર અલગ-અલગ તારીખે અને સ્થળોએ સવારે ૦૯:૦૦ કલાકથી બપોરે ૦૨:૦૦ કલાક દરમિયાન કેમ્પ યોજાશે.


દિવ્યાંગ લાભાર્થીઓએ કેમ્પમાં જરૂરી સાધનિક દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહી દિવ્યાંગતા પ્રમાણપત્ર તથા યુડીઆઈડી કાર્ડ માટે રજિસ્ટ્રેશન કરાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


તેમજ વધુમાં વધુ સંખ્યામાં દિવ્યાંગ લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.


અહેવાલ : દિનેશ બિ જાખેસરા, પાટણ