થરાદ  : થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂ. ૧૯.૨૦ લાખથી વધુના વિદેશી દારૂ અને ઈનોવા ગાડી સાથેનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા રેન્જ પોલીસ દ્વારા પ્રોહિબિશન ગુનાઓ સામે હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરવામાં આવી 

બેવટાથી કેસરગામ તરફ જતા હાઇવે પરથી ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી કરતી એક ઈનોવા ગાડી ઝડપી પાડવામાં આવી છે.



વાહન ચેકિંગ દરમિયાન પોલીસે શંકાસ્પદ ઈનોવા ગાડીને રોકવાનો ઈશારો કર્યો હતો, પરંતુ ચાલકે વાહન ન રોકી ભગાવી મૂક્યું હતું.

 પોલીસે તાત્કાલિક ખાનગી વાહન દ્વારા પીછો કર્યો હતો. પોલીસથી બચવા માટે પેપરથી લોઢનોર ગામની સીમ પાસે ચાલક ગાડી મૂકી અંધારાનો લાભ લઈ પોતાના સાથીદાર સાથે ફરાર થઈ ગયો હતો

જપ્ત કરાયેલ મુદ્દામાલ:

વિદેશી દારૂ/બિયર: અલગ-અલગ બ્રાન્ડની કુલ ૨,૩૨૪ બોટલો (કિંમત રૂ. ૯,૨૦,૪૧૬/-)

વાહન: ઈનોવા ગાડી (કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦/-)

કુલ મુદ્દામાલ: રૂ. ૧૯,૨૦,૪૧૬/-

આ અંગે અજાણ્યા બે ઈસમો વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, ફરાર આરોપીઓને ઝડપી પાડવા કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.


અહેવાલ :- દિનેશ બિ જાખેસરા, Vav-Tharad