સમીમાં ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપનું ભવ્ય ઉદ્ઘાટન
તમામ કંપનીની ફોરવ્હીલર ગાડીઓના સર્વિસિંગ અને રિપેરિંગની સુવિધા મળશે
સમી: સમી-રાધનપુર હાઇવે પર વઢીયાર પેટ્રોલ પંપની સામે આવેલ રામ્ય શોપિંગ સેન્ટર-3 ખાતે આજે ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપનું શુભ મુહૂર્ત સાથે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નવા શરૂ થયેલા આ વર્કશોપને લઈને વાહનચાલકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપમાં હવે તમામ કંપનીની ફોરવ્હીલર ગાડીઓના સર્વિસિંગ, રિપેરિંગ તેમજ વાહનને લગતા વિવિધ કામો કરવામાં આવશે. ગ્રાહકોને પોતાના વાહનની જાળવણી અને રિપેરિંગ માટે એક જ સ્થળે સારી સુવિધા મળી રહે તે હેતુથી વર્કશોપ શરૂ કરવામાં આવ્યું છે.
વર્કશોપમાં વિવિધ કંપનીની ફોરવ્હીલર ગાડીઓના કામકાજ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વાહનચાલકોને તેમની ગાડીના સર્વિસિંગ તથા રિપેરિંગ માટે યોગ્ય માર્ગદર્શન અને સેવા મળી રહે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવશે.
ગજજર ઓટોમોબાઇલ્સના ઓનર વિમલભાઈ વિનોદભાઈ ગજજરે જણાવ્યું હતું કે, ગ્રાહકોને વિશ્વસનીય સેવા અને સંતોષકારક કામ મળી રહે તે અમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે. ફોરવ્હીલર વાહનધારકોને સર્વિસિંગ તથા રિપેરિંગ માટે સરળ અને સુવિધાજનક સેવા મળી રહે તે માટે આ વર્કશોપ શરૂ કરવામાં આવ્યો છે.
📍 સરનામું
ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપ
સમી-રાધનપુર હાઇવે,
વઢીયાર પેટ્રોલ પંપની સામે,
રામ્ય શોપિંગ સેન્ટર-3, સમી.
ઓનર: વિમલભાઈ વિનોદભાઈ ગજજર
*રીપોર્ટર : દિનેશ બિ જાખેસરા, પાટણ

0 ટિપ્પણીઓ